GCF Alerts

About Us

આજથી બરાબર અઢાર વર્ષ પૂર્વે આરંભાયેલ સંસ્કૃતિક યાત્રા પાંચ હજારથી વધુ સભ્યો ધરાવતું વિશાળ પરિવાર બન્યું છે એનું આપણે સૌને ગૌરવ છે. પ્રકૃતિ અને સંસ્કૃતિની ગોદમાં ઉછરી રહેલ આપણા પ્રિય નગર ગાંધીનગરને રાજકીય અને વહીવટી પરિણામોના પડછાયામાં અટવાતું આપણે જોયું છે. પગાર-પેન્શન કે જીઆર અને સીઆરની વિચાર ગલીઓમાં અટવાતી આપણી નગર જીવનશૈલી અનુભવી છે. ગાંધીનગર તો સરકારી નગર છે એવા પણ મેણા-ટોણા પણ આપણા કર્ણપટલે સહન કાર્ય છે. ડલ સીટી… કઈ એન્ટરટેઇનમેન્ટ નથી… આવા કઠોર શબ્દો આ નગરની દીવાલો પર પડઘાયા છે… બસ બહુ થયું… શિક્ષિત સમાજ હોય…. આગવી જીવનશૈલી… સંસ્કૃતિક સમજણ હોય  તોય આવા કડવા વચન સહન કરવાનું ગમે ખરું..!?! અને આ પ્રશ્નાર્થ અને આશ્ચર્ય ચિહ્ન દુર કરવા સમ્વીચાર્ધારા વાળા મિત્રો સાથે મળી “ગાંધનગર કલ્ચરલ ફોરમ” સંસ્થા નિર્માણ કરવાનો વિચાર થયો અને કાળક્રમે એ વિચાર આચાર બન્યો… એ વિચાર વિકસવા માંડ્યો।.. અને આજે વિચાર આપણા સૌના હદયમાં લાગણી બનીને… સંકલ્પ બનીને… શમણું  બનીને… કલ્ચરલ ફોરમ પરત્વેનું મમત્વ પ્રગટાવે છે.
સંવેદનશીલ સમાજના વર્તમાન જીવનની પ્રાથમિકતા બની રહે છે અને સંવેદનાને અસરકારક બનાવવા સુર-શબ્દ-તાલ અને લયનો મહિમા વધારવો જોઈએ અને એજ દ્રષ્ટિને દિશા બનાવીને “ગાંધનગર કલ્ચરલ ફોરમ” પ્રતિબદ્ધતા પૂર્વક સામાજિક ચેતના પ્રગટાવવામાં અને પ્રસરાવવામાં કાર્યરત છે અને રહેશે. નગરના જીવનને સતત ધબકતું રાખવા એ કલ્ચરલ ફોરમ પોતાનો ધર્મ સમજે છે. નગરની સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પ્રેરક અને પુરક બળ બનવાની તત્પરતા “ગાંધનગર કલ્ચરલ ફોરમ”ની નસેનસમાં વહે છે અને વહેશે… ગાંધીનગરના સાંસ્કૃતિક વારસાને જાળવવાની જવાબદારી “ગાંધનગર કલ્ચરલ ફોરમ” ઉત્સાહપૂર્વક નિભાવે છે અને નિભાવશે. સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી સામાજિક એકતા અને સમરસતા જાળવવાની નેમમાં કલ્ચરલ ફોરમ નેક છે. એકમેકને પુરક બની નગરનું સમાજ જીવન અનોખી ભાત ઉપસાવે એવી અભિલાષા “ગાંધનગર કલ્ચરલ ફોરમ” નું આભુષણ છે. ઉચ્ચકક્ષાના કાર્યક્રમો, અસરકારક વ્યવસ્થાપન અને ગરિમાપૂર્ણ આયોજનના પગલે ગાંધીનગરના કલારસિકોમાં “ગાંધનગર કલ્ચરલ ફોરમ” નું એક આગવું સ્થાન ઊભું થયું છે. તેનું આપણને સૌને ગૌરવ છે પરંતુ તેની સાથે સાથે આપણી જવાબદારી એટલી જ વધતી જાય છે. “ગાંધનગર કલ્ચરલ ફોરમ”ના માધ્યમથી ગાંધીનગરના જનજીવનમાં ઉભરી રહેલી અપેક્ષાઓને ઝીલવાની ક્ષમતા આપણા  સૌમાં સતત પ્રગટતી રહે એવી મનોકામના વ્યક્ત કરું છું. “ગાંધનગર કલ્ચરલ ફોરમ” સભ્ય પરિવારો વચ્ચે વધુ પરીચય્તામક માહોલ સર્જાય પરસ્પર સૌ લાગણીના તંતુઓથી જોડાય અને આપણે સૌ એક વિશાલ પરિવારના અંગ છીએ તેવી અનુભૂતિ નિર્માણ થાય તેવા શુભ હેતુ સહ સંસ્થા આજીવન કાર્યરત રહે તેવી દ્રડતા ઈચ્છું છું.

આવો આપને સૌ સાથે મળી સમાજ નિર્માણની દિશામાં લક્ષ્ય પ્રતિ મક્કમતાથી ગતિ કરીએ।…!!

કૃષ્ણકાંત જહા (અધ્યક્ષ)

Scroll To Top